Monday, June 5, 2023
HomeGujaratમોરબીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓ દ્વારા રેલી, ધરણા...

મોરબીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓ દ્વારા રેલી, ધરણા યોજાશે

મોરબી જિલ્લાના કર્મચારીઓ દ્વારા આવતીકાલે જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે રેલી અને ધરણા સહિતના વિરોધનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બપોરે 2.30 વાગ્યાથી રેલીનો પ્રારંભ થશે અને સાંજે 5.00 વાગ્યે કલેકટરને આવેદન આપ્યા બાદ રેલી પૂર્ણ કરવામાં આવશે.

- Advertisement -

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના આહવાનને ધ્યાનમાં રાખી ખુબજ બહોળી સંખ્યામાં પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તાલુકા-જિલ્લા પંચાયતના, મામલતદાર અને કલેકટરની કચેરીના કર્મચારી ઓ તલાટીમંત્રી રેવન્યુ તલાટી સહિતના કર્મચારીઓનો સંયુક્ત મોરચાની માંગણી અને લાગણી છે કે વર્ષ 2000 પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબજ આર્થિક નુકશાન ભોગવવું પડે છે, સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની ગયું છે. આથી જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવાની માંગ સાથે તા.08.04.22 ને શુક્રવારના રોજ બપીરે 2.30 વાગ્યે સરદારબાગ શનાળા રોડ ખાતે મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં એકત્ર થશે ત્યારબાદ 3.00 વાગ્યે નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર પટેલની પ્રતિમા અને સરદારબાગ આવેલ શુભાષબાબુની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલી બાઈક અને કાર સાથે જિલ્લા સેવા સદન જવા માટે પ્રસ્થાન કરશે. વધુમાં રસ્તામાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર પહેરાવી રેલી સો ઓરડી ખાતે પ્રતીક ધરણા કરશે 4.30 વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલમાળા પહેરાવી રાષ્ટ્રીય સયુંકત OPS મોરચાના પ્રતિનિધિઓ કલેકટરને આવેદન અર્પણ કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!