Saturday, March 15, 2025
HomeGujaratલજાઈથી વાંકાનેરના સ્ટેટ હાઇવે લિંકરોડને નવેસરથી બનાવી પહોળાઇ વધારવા માંગ

લજાઈથી વાંકાનેરના સ્ટેટ હાઇવે લિંકરોડને નવેસરથી બનાવી પહોળાઇ વધારવા માંગ

ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર નેશનલ હાઇવે-સ્ટેટ હાઇવે લિંકરોડને નવેસરથી બનાવી પહોળાઈ વધારવાની માંગ સાથે હડમતીયાના જિલ્લા પંચાયતના સદસ્ય દિનાબેન અનિલભાઈ કામરીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, ટંકારા-પડધરી ધારાસભ્ય લલીતભાઈ કગથરા તથા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેરને લેખીત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ઉપર સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મંદિર તથા અનેક ઉધોગો સ્થાપિત થયા છે જેથી આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ખુબ મોટા પ્રમાણમાં રહે છે.આ રોડ લાંબા બિસ્માર હોવાની સાથે ખૂબ જ સાંકડો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. આથી લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગને નવેસરથી બનાવી પહોળો કરવાની તેમણે માંગ ઉઠાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!