મોરબીમાં લગધીર ગેટ પોલીસ ચોકી આવેલ છે. જેના બોર્ડમાં લખધીર લખેલ છે. જેને લઈ આજ રોજ કરણી સેના અને મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા મોરબી જિલ્લા એસ.પી. ને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને લખધીર ને બદલે લગધીરસિંહજી લખવા અપીલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા એસ.પી.ને પાઠવવામાં આવેલ આવેદનમાં કરણી સેના અને મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લગધીર ગેટ પોલીસ ચોકીનું મહારાજા શ્રી લગધીરસિંહજીના નામ પરથી આ પોલીસ ચોકીનું નામ રાખવામાં આવેલ છે. ત્યારે ત્યા એ પોલીસ એન ચોકીના બોર્ડ ઉપર લગધીરસિંહજીની જગ્યાએ લગધીર ગેટ પોલીસ ચોકી લખેલ બોર્ડ મારેલ છે. તો ત્યાં સાહેબ મોરબી જિલ્લા કરણી સેના અને સમગ્ર ક્ષત્રિય સમાજ મોરબીને બોર્ડ માત્ર લખધીર લખેલ હોય ત્યા એમને અમારા મહારાજા માટે આ શબ્દ અપમાનજનક લાગે છે. ત્યારે અમારી નમ્ર અરજી અને વિનંતી છે કે ત્યાં લગધીરસિંહજી લખવામાં આવે અને અમને આશા અને સંપૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ આપ આ વિનતી ઉપર પૂરતું ધ્યાન દઈને માત્ર બે શબ્દ ઉમેરીને સમગ્ર મોરબી ક્ષત્રિય સમાજની લાગણીને માન આપશો. તેમ કરણી સેના અને મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.