Sunday, November 24, 2024
HomeGujaratમોરબી નગરપાલીકાની નવી બિલ્ડીંગનું ગોકળ ગતિએ ચાલતું કામ ઝડપી બનાવવા સામાજીક કાર્યકરોની...

મોરબી નગરપાલીકાની નવી બિલ્ડીંગનું ગોકળ ગતિએ ચાલતું કામ ઝડપી બનાવવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબી નગરપાલીકાનું બીલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી ખંઢેર હાલતમાં છે અને બીલ્ડીંગમાં પોપળા પડી રહ્યા છે. જેને લઈ કર્મચારીઓ કે રજુઆત કરવા આવનારા અરજદારોના જીવને જોખમ રહેતું હોય છે. ત્યારે આ અંગે હવે મોરબીના જાગૃત સામાજીક કાર્યકર મેદાને આવ્યા છે. અને ચીફ ઓફીસર, નગરપાલીકા પ્રમુખ- ઉપપ્રમુખ અને જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ વે તથા અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયાએ પત્રમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરની એક વખતની એ ગ્રેડની ગણાતી નગરપાલીકાનું બીલ્ડીંગ આજે તંત્રના પાપે ખંઢેર હાલતમાં છે. જેમાં કર્મચારીઓ કામ કરતા હોય અને કોઇ કામ અર્થે નગરપાલીકાએ આવેલ સામાન્ય નાગરિક પર હંમેશા જીવનું જોખમ લટકતું રહે છે.છતના પોપળા કયારે કોની ઉપર પડે તે નકકી હોતુ નથી કારણ કે પોપળા અવાર-નવાર પડતા જોવા મળે છે. અને છત તુટી જવાથી ચોમાસાનું વારસાદનું પાણી પણ ઓફીસોમાં પડતુ જોવા મળે છે જેથી ચોપડા તથા કોમ્પ્યુટર ઇલેકટ્રીક ઉપરણો વગેરેને ખુબ જ મોટા પાયે નુકશાન થાય છે. અને નગરપાલીકામાં મોટી દુર્ઘટના બને તેવી શકયતા છે. તો આ દુર્ઘના બને તે પહેલા જે નવી ઓફીસનું કામ પાછળના ભાગમાં ચાલુ છે તે આશરે ત્રણેક વર્ષથી ગોકળ ગાયની ગતી ચાલી રહેલ છે. જે આજદિન સુધી પુર્ણ થયેલ નથી અને જો આ ઓફીસ નું કામ કાજ તાત્કાલીક પુર્ણ થઇ જાય તો કર્મચારીઓને નવા બીલ્ડીંગમાં સીફટ કરી શકાય અને લાભાર્થીઓને પણ કોઇ નુકશાન ન થાય.

પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, વાધપરા વિસ્તારમાં ડો. બળવંતભાઇના દવાખાનાની સામે જે ધમધમતો એરીયો ગણાય છે, તેમજ ખોખાણી શેરી, જે હોનારથ વખતનો બનાવેલ હતો. તે ઝરઝરીત હાલતમાં થઇ ગયેલ છે. તેમજ સામક શેરી આવા અનેક વિસ્તારમાં આવા જર્જરીત મકાનો આવેલા છે. તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે તો મુખ્યમંત્રીને પણ રજુઆત કરવાની ફરજ પડશે જેની સ્પષ્ટ નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું. અને આમા ઝરઝરીત મકાનોને ઘ્યાને લઇ આવા જર્જરિત મકાનો વહેલી તકે દુર કરવા માંગ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!