સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા પરમ પ્રતાપી વીરયોદ્ધા મહારાણા સાંગાજીના ગૌરવવંતિત ઇતિહાસને ખોટી રીતે અપમાનજનક ભાષામાં વાત રજૂ કરવામાં આવતાં મોરબી જિલ્લા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા રાષ્ટ્રપતિ ને કલેકટર હસ્તક આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવી સાંસદ ને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર લખી જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. જેમાં શ્રી રાજપુત કરણી સેનાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં રાજ્યસભાની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીરયોદ્ધા મહારાણા સાંગાજીના ગૌરવવંતિત ઇતિહાસને ખોટી રીતે અપમાનજનક ભાષામાં વાત રજૂ કરી મુઘલ પ્રેમી લોકોને ખુશ કરવાનું હીન કૃત્ય કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર દેશવાસીઓની લાગણીને તો ઠેશ પોહચી જ છે પરંતુ સાથે સાથે ભારતના ગૌરવ શાળી ઇતિહાસને પણ ડાઘ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી શ્રી રાજપૂત કરણી સેનાએ માંગણી કરી છે કે ઝડપથી તેની ભૂલ સ્વીકારી માફી માંગવામાં આવે અને સાંસદ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.