Friday, January 31, 2025
HomeGujaratમોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરાઇ

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરાઇ

મોરબી શહેરના કાયાજી પ્લોટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવા અંગે કાયાજી પ્લોટ વિસ્તારનાં લોકોએ જિલ્લા કલેકટરને તેમજ મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે.જે કાયાજી પ્લોટ (જેના સીટી સર્વે શીટ નાં. ૨૩૫, મોરબી નગર પાલીકા વોર્ડ નાં.૭, માં આવે છે જેમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર રોડ પર આવેલ કાયાજી પ્લોટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. જેમાં સ્થાનિકોએ માંગ કરી છે કે તેઓ કાયાજી પ્લોટ વિસ્તારમાં કુટુંબ સાથે ઘણા વર્ષોથી રહે છે, જે વિસ્તાર માં મુખ્યત્વે હિંદુ કોમ્યુનીટીની વસ્તી છે અને તે વિસ્તારમાં મુખ્યત્વે લોહાણા, મહેશ્વરી, જૈન-વાણીયા, દરબાર-ક્ષત્રીય, સોની, પટેલ એમ બહુમતી હિંદુ ધર્મ પાળતા વ્યકિતઓ કુટુંબ સાથે રહે છે, તેમજ વિસ્તારમાં હિંદુ ધાર્મીક સ્થળો—મંદીરો જેમ કે શ્રી મહાબલી હનુમાનજીનું મંદીર, વૈષ્ણવ ધર્મની શ્રીનાથજી ભગવાનની હવેલી-શ્રી નાથધામ, મધર ટેરેસાનો આશ્રમ, એમ ધાર્મીક સ્થળો પણ આવેલા છે. જેમાં બહુમતી હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા શાંત અને કોઈપણ ખલેલ વગર કોઈ પણ વ્યકિતઓને નડતર ન થાય તે રીતે શાંતીપ્રીય માણસો કુટુંબ સાથે ઘણા વર્ષોથી રહે છે. જે વિસ્તારમાં કોઈ જાતના ક્રીમીનીલ બેકગ્રાઉન્ડ કે ગુના ખોરીમાં સહેજેય હીસ્સો ન હોય તેવા રહેવાસીઓ પોતાના કુટુંબ સાથે શાંતીથી જીવન પસાર કરે છે, જે મુખ્યત્વે સીટી સર્વે કચેરીના શીટ નાં. ૨૩૫ મુજબનો વિસ્તાર લાગુ પડે છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે અશાંત ધારા હેઠળના વિસ્તારનું નોટીફીકેશન કે કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. તેમાં તેમના રહેણાક વિસ્તારનો સમાવેશ થયો નથી. તેમજ તે વિસ્તારની આગળના ભાગે જે રવાપર રોડ કાલીકા પ્લોટના અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડેલ છે, થોડા સમયથી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અસામાજીક તત્વો મુખ્યત્વે વિધર્મી કોમના (મુસ્લીમ કોમ્યુનીટી સહીતના ) ના પોતાની દાદાગીરીથી તેમજ મધ્યમ વર્ગના આર્થીક રીતે સધ્ધર ન હોય તેવા રહેવાસીઓ પાસેથી યેન કેન પ્રકારે આર્થીક લોભ લાલચ કે માનસીક કે શારીરીક ત્રાસ ધાક ધમકી આપી તેમજ અન્યના નામે છેતરપીંડીથી હિન્દુના નામે સોદા કરી બાદમાં અન્ય વિધર્મી વ્યકિતઓ મીલકત લઈ રહયા છે. અને યેન કેન પ્રકારે બહુમતી હિન્દુ સમુદાયને આ વિસ્તાર માંથી પલાયન થવુ પડે તેવી પેરવી કરી રહ્યા છે. તેમજ હિન્દુ ધાર્મીક તહેવારો ઉજવતા અડચણ અટકાયત કરી રહ્યા છે અને હાલમાં થોડા આસામીઓ એ આવી રીતે મીલકત ખરીદી પણ લીધી છે. તેવા મુદ્દા સાથે તે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે.જ્યારે આ મામલે મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી વોર્ડ નં ૭ માં આવેલ કાયાજી પ્લોટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!