Thursday, January 9, 2025
HomeGujaratટંકારા તાલુકાના ડેમી 2 ડેમ ઓવર ફલો થતાં 7 દરવાજા 4 ફૂટ...

ટંકારા તાલુકાના ડેમી 2 ડેમ ઓવર ફલો થતાં 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવશે, નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-ર સિંચાઈ યોજનાનું કુલ લેવલ જાળવવા વધારાનું પાણી નદીમાં છોડવાની જાહેરાત કરવામાં આવી છે. ડેમી 2 ડેમમાં 7 દરવાજા 4 ફૂટ ખોલી કુલ 19957 ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેને લઇને મોરબી જિલ્લાના 10 ગામ તેમજ જામનગર જિલ્લાના 1 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર ન કરવાની સૂચના આપવામાં આવી છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-ર સિંચાઈ યોજનાનું કુલ લેવલ જાળવવા વધારાનું પાણી નદીમાં છોડવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં તા. 26/08/24ને 5:15 વાગ્યે 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવશે તેમજ કુલ 19,957 ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેથી સિંચાઈ યોજનાના નીચવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા અને ઢોર ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર અને મોરબી તાલુકાના ગામો – ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનું ગામ માવનુગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!