Sunday, December 29, 2024
HomeGujaratટાઉતે વાવાઝોડાને પગલે મોરબીમાં વિજતંત્ર એલર્ટ

ટાઉતે વાવાઝોડાને પગલે મોરબીમાં વિજતંત્ર એલર્ટ

મોરબી પીજીવીસીએલની સર્કલ કચેરી દ્વારા 290 કર્મચારીઓ સહીતની 55 ટીમો સ્ટેન્ડબાય

- Advertisement -
- Advertisement -

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તથા દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી એક-બે દિવસમાં વાવાઝોડુ ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી વિજતંત્ર એલર્ટ થયું છે. ભારે પવનથી વીજ પુરવઠો ખોરવાઈ કે વિજપોલ પડી જાય તો તેની યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે મોરબી પીજીવીસીએલની સર્કલ કચેરી દ્વારા ૨૯૦ કર્મચારીઓ સહીતની ૫૫ ટીમો નિયુક્ત કરવામાં આવી છે અને ટીમોને વિજપોલ સહિતના સાધન સરંજામ સાથે ફરજ સોંપી દેવામાં આવી છે. ભારે પવનમાં કોઈપણ સ્થળે વિજપોલ પડી જાય તો તુરંત તેને બદલાવીને વીજ પુરવઠો ચાલુ કરી શકાય તે માટે ૭૦૦ જેટલા નવા વિજપોલ તૈયાર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત, પીજીવીસીએલનો કંટ્રોલ રૂમ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. વીજળી પુરવઠો ખોરવાઈ તો નાગરિકો પાંચેય તાલુકાના ૧૬ સબ ડીવિઝનનાં લાગુ પડતા નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકશે. જે કસ્મર કેરના સંપર્ક નંબર નીચે મુજબ છે.

મોરબી વિભાગના ટંકારા સબ ડિવિઝન (2822-287762, 96876 33730), લાલપર સબ ડિવિઝન (2822-243025, 96876 33724), મોરબી ટાઉન 2 સબ ડિવિઝન (2822-230650, 242024, 96876 33721), મોરબી ટાઉન 1 (2822-220651, 96876 33720), શનાળા (2822-226012, 96876 33725), મોટા દહીંસરા (96876 33726), જેતપર (99250 12306) તથા મોરબી રૂરલ (2822-242025, 96876 33723),

હળવદ ડિવિઝનના હળવદ-T (02758-261436, 96876 62055), હળવદ-R (02758-262398, 99252 14641), ચરાડવા (02758-240247, 99252 14433) તથા સરા (02756-255466, 90990 21386)

વાંકાનેર ડિવિઝનના વાંકાનેર ટાઉન (02828-220370, 96876 33727), વાંકાનેર-R2 (99789 35293, 96876 33729) તથા વાંકાનેર-R1 (02828-220574, 96876 33728)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!