Monday, December 23, 2024
HomeGujaratમોરબી તાલુકા પંચાયતના જુના જર્જરીત ક્વાર્ટર્સનું કરાયું ડિમોલિશન : ગેર કાયદેસર રહેતા...

મોરબી તાલુકા પંચાયતના જુના જર્જરીત ક્વાર્ટર્સનું કરાયું ડિમોલિશન : ગેર કાયદેસર રહેતા ૩ પરિવારો થયા બેઘર

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સર્વે નંબર ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે BRC ભવનની બાજુમાં તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સમાં રહેતા ૩ પરિવારોને નોટિસ પાઠવી મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા. જે બાદ સૂચના મળતા મોરબી તાલુકા વિકાસ અધિકારી દ્વારા જર્જરિત આવાસો પાડી અંદાજે ૬૦૦૦ ચોરસ મીટરનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સર્વે નંબર ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે BRC ભવનની બાજુમાં તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા છે. જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હતા. ત્યારે ભયજનક મકાનો અને સરકારી આવાસોમાં ગેર કાયદેસર કબજો ગઈકાલે તા-૩/૮/૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાની નજરમાં આવતા તુરંત જ તાલુકા વિકાસ અધિકારી મોરબી દીપાબેન એચ. કોટકને ગેરકાયદેસર કબજો દુર કરી ભયજનક આવાસો ૨૪ કલાકમાં તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાની સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકે તે જ દિવસે ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને નોટીસો આપી કડક વલણ અપનાવી સાંજ સુધીમાં ગેરકાયદેસર કબજો દુર કરાવ્યું હતું. જે બાદ આજે તા-૪/૮/૨૦૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજાની ૨૪ કલાકમાં જર્જરિત આવાસો દુર કરવાની સૂચના મુજબ દીપાબેન એચ. કોટક દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરતા પાર્થ એસ પટેલ, જિલ્લા પંચાયત મોરબીના લીગલ એડઇઝર સંજયભાઈ નારોલ, વિસ્તરણ અધિકારી બી.જે. બોરાસાણીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા તેમજ મોરબી બી ડિવિઝનના પી.આઇ. પી.એ. દેકાવાડીયા, મોરબી બી ડિવિઝન પી.એસ.આઇ. જે.એ.ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ તથા તાલુકા પંચાયતના સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા જર્જરિત આવાસો પાડી અંદાજે ૬૦૦૦ ચોરસ મીટરનું દબાણ દુર કરવામાં આવ્યું છે. તેમજ અંદાજીત ૧૬૦૦ ચોરસ મીટરમાં આવેલા જર્જરીત આવાસો તોડી પાડેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!