હળવદ બ્રાહ્મણી-૧ ડેમની શાખા ૩A પર ગેરકાયદેસર રીતે નાળાનુ બાંધકામ થઈ રહ્યું છે. જે બાબતને લઈને નર્મદા વિભાગના અધિકારીઓ અને બ્રાહ્મણી સિંચાઇના અધિકારીઓએ અમારામાં વિસ્તાર આવતો નથી તેમ જણાવી દીધું હતું. પરંતુ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં કાયદેસરની કાર્યવાહી કરવાની નર્મદા નિગમની થાય છે તેઓ પત્ર લેખીતમાં નાયબ કાર્યપાલક ઇજનેર, કાયૅપાલક ઈજનેર મોરબી અને પ્રાંત અધિકારીને જાણ કરાઈ હતી.
હળવદ મોરબી માળીયા ચોકડી પાસે બ્રાહ્મણી- ૧ ડેમની શાખા ૩A કેનાલ પર ભુમાફીયાઓ દ્વારા પોતાના હીત માટે ગેરકાયદેસર નાલાનું બાંધકામ કરતા હોવાનો અહેવાલ મીડીયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા અધિકારીઓ દોડતા થયા હતા. પરંતુ અધિકારીઓએ આ કાયૅક્ષેત્ર પોતાનામાં નથી આવતું તેમ કહી તમામ ડોક્યુમેન્ટ જોડી નમૅદા વિભાગના અધિકારને લેખીતમાં જાણ કરી હતી. જેના જવાબમાં નમૅદા નિગમના અધિકારી દ્વારા આ કાર્યક્ષેત્ર પોતાનામાં નથી આવતુ તેવું લેખીતમાં બ્રાહ્મણી સિંચાઇને જણાવી દીધું હતું, જેના જવાબમાં બ્રાહ્મણી સિંચાઇ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પત્ર કાર્યવાહી કરવા વળતો જવાબ આપવામાં આવ્યો હતો. ખેડુતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવે છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. કેનાલ પર અમુક ભુમાફીયાઓ દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા પોતાના ફાયદા માટે આવા જવા માટે કોઈપણ જાતની મંજુરી વગર નાલું બનાવીને ગેર કાયદેસર રસ્તા બનાવવામાં આવી રહ્યો છે. જે નાલુ બનવાથી ચોમાસામાં પાણી ભરાય અને સમસ્યા સર્જાશે તો તેની જવાબદારી કોની ? તેવા સવાલો આજુબાજુના સ્થાનિક રહીશો પૂછી રહયા છે. જે ગેરકાયદેસર નાલા ના બાંઘકામને લઇને બ્રાહ્મણી સિંચાઈ આસિસ્ટન્ટ એન્જિનિયર ડી.આર હડીયલ જણાવ્યું હતું કે આ અમારામાં ન આવે આ કામગીરી નમૅદા નિગમ આવે છે તેમ તેમણે લેખીતમાં જણાવ્યું હતું. જો કે નર્મદા વિભાગના અધિકારી ભાભોરે પણ કહયું હતું કે આ અમારામાં આવતુ નથી તેમ લેખીતમાં જણાવતા આશ્ચર્ય સર્જાયું હતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે બંને વિભાગમાં આવતું ન હોય તો આવે કોનામાં ? આમ, બંને વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સાથે. મીલીભગત હોવાથી એક બીજાને ખો આપતા હોય તેમ સ્થાનિક લોકોમાં ચર્ચાય રહ્યું છે. ત્યારે સ્થળ તપાસ કરી બન્ને વિભાગના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે બ્રાહ્મણી સિંચાઇ દ્રારા નમૅદા નિગમના અધિકારીને લેખિત સંદભૅ પત્ર જોડી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સાથે સાથે મોરબી કાયૅપાલક ઈજનેર અને પ્રાંત અધિકારી મોરબીને લેખીતમાં નાયબ કાર્યપાલક ઈજનેર હળવદે જાણ કરી હતી. ત્યારે હવે જોવું રહેશે કે એક બીજાને ખો આપતા બંને વિભાગના અધિકારીઓ ગેર કાયદેસર ચાલતા બાંધકામ સામે શું પગલા ભરે છે.