વોર્ડ નં. ૯ના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓ તથા માળખાકીય સુવિધાઓથી ધણા સમય (વર્ષો) થી વંચીત છે. જેનું નિરાકરણ લાવવા સ્થાનિકો દ્વારા કલેક્ટર તથા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી.
આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જુના બસ સ્ટેંડથી પંચાસર રોડ પર આવતા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરી શરૂઆતના ભાગમાં આવેલ નોન વેજની દૂકાનો મુખ્ય રસ્તાઓ પર હોઇ ત્યાથી નીકળતા હિન્દુઓની લાગણી ને ઠેસ પહોંચે છે, તેમજ ત્યાથી પસાર થવામાં હિન્દુ મહિલાઓ અચકાય છે. પંચાસાર રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. તેને સંપૂર્ણ પણે નવો બનાવી બંને બાજુ ફૂટપાથ બનાવવામાં આવે તેમજ પંચાસર ચોકડી મોટી કરી સર્કલ બનાવવું તથા CCTV કેમેરા મુકાવવામા આવે અને પંચાસર રોડ પર વિવિધ જગ્યાએ નગરપાલિકા સીટી બસનો રૂટ આપી સ્ટોપ આપવામાં આવે. લાતી પ્લોટ લઘુ ઉદ્યોગો ધરાવતો વિસ્તાર હોઇ અને તે પંચાસર રોડ સાથે કનેક્ટેડ હોવાથી ટ્રાન્સપોર્ટેશન આ રોડ પર વધુ હોવાથી વારંવાર ટ્રાફીકની સમસ્યા રહેતી હોઈ રોડ પહોળો તથા મજબૂત બનાવવા માગ છે. તેમજ નાની કેનાલ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. તેને નવો બનાવવામાં આવે તથા સ્ટ્રૉટ લાઈટ મુકવામાં આવે તેમજ નાની કેનાલ રોડ જે હાલ નવો બને છે. તેની કામગીરી અત્યંત નબળી છે અને તે રોડ પંચાસર રોડને ટપીને પ્રમુખસ્વામી સૌસાયટી પાસેથી બાઇપાસને જોડતો રોડ છેક સુધી લંબાવામાં આવે જેથી પંચાસર ચોકડીનું ટ્રાફિક હળવું થઇ શકે.
આવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વોર્ડ નં. ૯માં રહેવાસીઓ તથા વડીલ વૃધ્ધો તથા બાળકો માટે રમત ગમત માટે બગીચો બનાવવામાં આવે. વોર્ડનં. ૯ ના તમામ રસ્તાઓ જેવાકે પંચાસર રોડ નાની કેનાલ રોડની સાફ સફાઈ નગરપાલીકા દ્વારા રોજ બરોજ કરાવવામાં માવવી જોઇયે જે થતી નથી. તેમજ વિવિધ સોસાયટી જેવી કે નીરવ પાર્ક, અક્ષર પાર્ક તથા અન્ય સોસાયટીઓમા સ્ટ્રીટ લાઇટ મુકાવવામા આવે તેમજ સોસાયટીમા ગટર, રોડ રસ્તાની મરમત તેમજ નવી બનાવવામા આવે ઉપ્રોક્ત મુદ્દાઓનુ નિરાકરણ આપેલ આવેદનપત્રની તારીખ થી તા. ૩ સુધીમાં કરવામાં ના આવે તો વોર્ડ નં. ૯ ના તમામ નાગરીકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પર ઉત્તરશે. વધુમાં ઉપ્રોક્ત તમામ મુદ્દાઓને ધ્યાને લઇ આપની કક્ષાએથી યોગ્ય આદેશો તેમજ કાર્યવાહી કરી વોર્ડ નં. ૯ ના નગરીકોની સુખાકારીમા વધારો કરવા વિનંતી છે. તેમ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.