પોલીસનો પ્રજા સાથે વ્યવહાર મૈત્રીપૂર્ણ રહે તથા પોલીસ અને પ્રજા વચ્ચે સતત સંવાદ સધાય તો જ પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક બને.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય,ગુનાખોરીની ઘટનાઓ હોય કે કુદરતી આફતો અથવા મહામારીના સમયમાં પણ પોલીસ હંમેશાં પ્રજાજનોની પડખે સતત ઊભી રહી તેમની મદદે તત્પર રહે છે.ત્યારે આવી જ રીતે પ્રજા લક્ષી સારી કામગીરી કરવા બદલ મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકનું આપના આગેવાનોએ ફૂલહારથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે.
પોલીસ પ્રજાની મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાર્થક કરી “પ્રજાલક્ષી પ્રજાના રક્ષક પોલીસની સારી કામગીરી” અંતર્ગત સારા સર્જન પ્રતિષ્ઠ પ્રમાણિક પ્રજા ચિંતકો નોંધ લેતા હોય છે એવું જ કંઈક 17 જુલાઈને ગુરુવારે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન પૂર્ણ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાનું ટંકારા લૂંટ પ્રકરણ ઘટનાને ગણતરીની કલાકોમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપનારને ઝડપી પાડતા રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસ વડાએ કામગીરીને બીદાવવામાં આવી હતી. ત્યારે પ્રજા રક્ષક એવા મોરબી જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક વાંકાનેર ડિવિઝનના એસ.એસ સારડાને વાંકાનેર પંથકની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ફુલહારથી સ્વાગત કરી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.