હળવદમાં દસ રુપિયાના સિક્કા વેપારીઓ ના સ્વીકારતા શહેરીજનોને પારાવાર મુશ્કેલી
લોકો ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી પણ અમે આ સિક્કા સ્વીકારી લઈએ છીએ. જેને લઇને બેંકમાં પણ ૧૦ રૂપિયાના સિક્કાનો ભરાવો થઈ ગયો છે. હળવદ મોટાભાગની બેંકોની આ પ્રકારની સ્થિતિ છે. હળવદ માં લોકો ૧૦નો સિક્કો સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે જેની પાછળ મુખ્ય બે કારણો છે. જેમાં પ્રથમ એક તો બજારમાં અફવા છે કે ૧૦ રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા છે, જેને લઇને લોકોને ભય છે કે અમે ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારીશું અને અમારી પાસેથી કોઈ સિક્કા નહીં લે તો? અને બીજુ ૧૦ રૂપિયાના સિક્કાની અવેજી સ્વરૂપે ચલણી નોટો છે આથી વજનના લીધે લોકો સિક્કા સ્વીકારતા નથી. બે મુખ્ય કારણોથી લોકો સિક્કા સ્વીકારતા નથી. જાેકે લોકોને આ બાબતે જાગૃત કરવા પણ જરૂરી છે. માત્ર એક અફવાને લીધે હળવદ ની બજારમાં ૧૦ના સિક્કા ગુમ થઈ ગયા છે. જાેકે સરકારે કે તંત્રએ આ બાબતે કોઈ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. કારણ કે હાલ જે પરિસ્થિતિ છે તે માત્ર એક ગેરસમજણના લીધે ઉભી થઇ છે. આશા છે કે આ અહેવાલ બાદ હળવદવાસીઓમાં ૧૦ના સિક્કા બાબતે જાગૃતતા આવશે.
છેલ્લા ઘણા દિવસથી હળવદ ની બજારોમાં ૧૦ રૂપિયાના સિક્કા જાેવા મળતા નથી. જ્યારે કોઈ દુકાનો પર તમે જશો તો વેપારી કહે છે હું ૧૦ રૂપિયાનો સિક્કો નહીં સ્વીકારું, જ્યારે કોઈ વેપારી ગ્રાહકને ૧૦નો સિક્કો આપશે ત્યારે તે કહી દેશે રહેવા દો… ૧૦ રૂપિયાની નોટ આપો. આવું તે શું બન્યું કે લોકોએ ૧૦ના સિક્કા સ્વીકારવાનું કે આપવાનું બંધ કરી દીધુ?શહેર અને જિલ્લામાં રૂ.૫ અને ૧૦નાં ચલણી સિક્કા ન લેવા અંગેની પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરીને RBI અથવા બેંકનાં પત્ર મારફત ચલણી સિક્કા ચલણમાં હોવા અંગે પત્ર બહાર પાડી જાગૃતિ લાવવા અને સિક્કાઓનાં અસ્વિકાર કરવા બાબતે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા શું પગલા લેવામાં આવશે? તેવું શહેરીજનો માં ચર્ચાઇ રહ્યું છે.