Tuesday, May 14, 2024
HomeGujaratમોરબીમાં એકટીવામાં વ્હિસ્કીની ચાર બોટલ સાથે નીકળેલ ઈસમની અટકાયત

મોરબીમાં એકટીવામાં વ્હિસ્કીની ચાર બોટલ સાથે નીકળેલ ઈસમની અટકાયત

મોરબીના એચડીએફસી ચોક નજીક લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી એકટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી લીધેલ હતો. પોલીસે સ્થળ ઉપરથી એકટીવા મોપેડ તથા વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એચડીએફસી ચોક નજીક લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી શંકાસ્પદ હાલતમાં એકટીવા મોપેડ રજી.જીજે-36-એએ-8387માં મોપેડની પાછળ થેલો લટકાવીને નીકળેલ શખ્સને રોકી તેની તલાસી લેતા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ચાર બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી હિતેનભાઈ ઉર્ફે વિકી દિનેશભાઇ ઠોરિયા ઉવ.29 રહે.મોરબી પારેખ શેરી ગ્રીન ચોકની અટક કરી વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોપેડ તથા દારૂનો જથ્થો સહિતના કુલ રૂ.41,500/-ના મુદામાલ જપ્ત કરી સીટી એ ડિવિઝનમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!