માળીયા મીયાણા નગરપાલીકા વિસ્તારમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં લોકોને નગર પાલિકા વિસ્તારના કેન્દ્ર સરકારની યોજનાથી અવગત કરવામાં આવ્યા હતા.
માળીયા મીયાણાના નગર પાલીકા વિસ્તારમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના વિશેની માહીતિ લોકોને આપવામાં આવી હતી. તદુપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધી અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ માળીયા મિયાણા વિસ્તારમાં શિક્ષણનો પ્રચાર વધે, કન્યા જાગૃત બને અને વિસ્તારમાં ઉધોગિક વિકાસ થાય અને રોજગારી તેવી કામગીરી કરવાની ધારાસભ્યએ ખાતરી આપી હતી. વિકસિત સંકલ્પ ભારત યાત્રા હેઠળ સેવા સેતુ કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં રેશન કાર્ડ,આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ માં સુધારા વધારા સહિતના કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ લોકોએ સેવાનો લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જે કાર્યક્રમ મોરબી – મિયાણાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નગર પાલિકા પ્રમુખ રહેમત બેન, ઉપપ્રમુખ રહીમભાઈ જામ, પૂર્વ નગર પાલિકા પ્રમુખ હારુનભાઈ અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.