Friday, February 27, 2026
HomeGujaratનાની વાવડીમાં રૂ.૧.૩૦ કરોડના ખર્ચે આધુનિક ઇકો-ફ્રેન્ડલી પાર્કનું વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ

નાની વાવડીમાં રૂ.૧.૩૦ કરોડના ખર્ચે આધુનિક ઇકો-ફ્રેન્ડલી પાર્કનું વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ

હરિયાળી જાળવવા ૨૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર, જોગિંગ ટ્રેકથી લઈ સોલાર લાઇટ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા નાની વાવડી વિસ્તારમાં અંદાજે રૂ.૧.૩૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાસભર અને પર્યાવરણમૈત્રી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. આ પાર્કમાં ૨૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર, જોગિંગ ટ્રેક, બાળકો માટે પ્લે એરિયા અને સોલાર સ્ટ્રીટલાઇટ્સ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

મોરબી શહેરના હરિત અને સુવ્યવસ્થિત વિકાસના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા નાની વાવડી વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ પાર્કનું વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અંદાજે રૂ.૧.૩૦ કરોડના ખર્ચે અમલમાં મુકાતો આ પ્રોજેક્ટ નાગરિકોને ઉત્તમ જાહેર સુવિધાઓ પ્રદાન કરવા માટે રચાયેલ છે. આ પાર્કમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, રેડ સૅન્ડ/પેવર આધારિત વોકિંગ અને જોગિંગ ટ્રેક, બાળકો માટે વિશેષ પ્લે એરિયા તથા ખુલ્લી હવામાં ધ્યાન-યોગ માટે પ્લાઝા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાથે સાથે પર્ગોલા, રેઇનવોટર હાર્વેસ્ટિંગ પિટ્સ, બોરવેલ અને વોટર ટૅન્ક સાથે ડ્રિપ સિંચાઈ પ્રણાલી તેમજ સોલાર પાવર આધારિત સ્ટ્રીટલાઇટ્સ પણ સ્થાપિત કરવામાં આવશે, જે ટકાઉ અને પર્યાવરણમૈત્રી વિકાસને પ્રોત્સાહન આપશે.

હરિયાળી જાળવવા માટે નીમ, ગુલમોહર, ચંપા અને સપ્તપર્ણી જેવા આશરે ૨૦૦૦થી ૨૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ઉપરાંત હિબિસ્કસ, જાસુદ, ઇક્સોરા અને ડ્રાસીના જેવી ઝાડીઓ ૨ થી ૩ છોડ પ્રતિ ચોરસ મીટર ઘનતાથી રોપાશે. ગ્રાઉન્ડ કવર તરીકે રોયો અને સિટ્રોનેલા વાવવામાં આવશે, જે મચ્છર નિયંત્રણમાં પણ સહાયક બનશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાની વાવડી વિસ્તાર સહિત સમગ્ર મોરબી શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાહેર સ્થળ ઉપલબ્ધ થશે, તેમ ગાર્ડન શાખાના નાયબ ઇજનેરે યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!