મોરબી જીલ્લામાં કોરોના મહામારીમાં સ્થિતિ અત્યંત ભયંકર થઈ હતી આવા સમયે લોકોમાં પણ એક ભય વ્યાપી ગયો હતો તો બીજી બાજુ લોકોના ભયનો ફાયદો ઉઠાવનારા અનિષ્ઠ તત્વો પણ બજારમાં આવ્યા હતા જેમાં નકલી રેમડીસીવીરનું પગેરૂ મોરબીથી પકડયું હતું જે પ્રથમ ગુજરાત બાદ ભારતભરમાં તેના તાર ખુલ્યા છે.
જેમાં રેન્જ આઈજી સંદીપ સિંહ અને મોરબી એસપી સુબોધ ઓડેદરા તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વિશ્વરાજસિંહ જાડેજા એ સારા અધિકારીઓની 15 જેટલી ટિમો બનાવી રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં મેગા ઓપરેશન કર્યું હતું જે પૈકી પીએસઆઇ આર. પી. જાડેજાની ટીમને સુરતના ઓલપાડ થી નકલી રેમડીસીવીર ની કંપની પકડી પાડવામાં સફળતા મળી હતી અને લાખોના મુદામાલ સાથે આરોપીઓ પણ પકડાયા હતા જોત જોતામાં આ ગુનામાં 33 લોકોની સંડોવણી ખુલી હતી જે પૈકી 31 ની મોરબી એસઓજી પીઆઈ જે. એમ. આલની ટીમે ધરપકડ કરી કાર્યવાહી કરી છે ત્યારે મોરબી જીલ્લા પોલીસની આ ટિમ વર્કથી અનેક દર્દીઓના જીવ બચી ગયા છે જે કામગીરીને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિરદાવી હતી ત્યારે મોરબી રાજપૂત સમાજ દ્વારા પણ મોરબી પોલીસની આ કાબીલેદાદ કામગીરી માટે મોરબી પોલીસ તેમજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને રૂબરૂ મળી સન્માનપત્ર પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.