ગુજરાત પોલીસના ત્રણ સસ્પેન્ડેડ પીઆઈ ને ફરજ પર પરત લેવાનો ડીજીપી કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મોરબી તાલુકા વિસ્તારમાં SMC એ વિદેશી દારૂ ભરેલ ગોડાઉન ઝડપ્યા બાદ સસ્પેન્ડ થયેલા બે પીઆઈ નો પણ સમાવેશ થાય છે.
મોરબી તાલુકા વિસ્તારમાં SMC એ વિદેશી દારૂ ભરેલ ગોડાઉન ઝડપી પાડયા બાદ મોરબી એલસીબી તત્કાલીન પીઆઈ ડી.એમ.ઢોલ અને મોરબી તાલુકા પોલીસ મથકમાં તત્કાલીન પીઆઈ કે. એ.વાળા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે બન્ને પીઆઈ ના છ મહિના જેટલા સસ્પેન્ડ રહ્યા બાદ બન્ને પીઆઈ તેમજ અન્ય એક પીઆઈ સુથાર ને ફરજ પર પરત લેવાનો નિર્ણય ડીજીપી કમિટીમાં લેવામાં આવ્યો છે.તેમજ પીઆઈ ડી.એમ.ઢોલ ને દાહોદ અને પીઆઈ કે. એ.વાળા ને નર્મદા જિલ્લામાં બદલી પણ કરવામાં આવી છે.