મોરબી શહેર એ ડીવીઝન પોલિસ મથકમાં ફરજ બજાવતા આસીફ રહીમભાઈ ચાણકયા(રાઉમાં) ને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ઇ ગુજકોપ ડેટા અને આઇટી સર્વિસ મારફતે ગુના સંશોધન કરી આરોપીઓનેનપકડી પાડવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
જેમાં ડીજીપી આશિષ ભાટિયાએ ર ડીવીઝન ડી સ્ટાફમાં ફરજ બજાવતાં આશીફ રહીમભાઈ ચાણકયા(રાઉમાં)એ પોકેટ કોપની વાહન સર્ચ એપ્લિકેશન ની મદદથી મોરબી જીલ્લાના વાહન ચોરીના ૧૩ ત્થા રાજકોટ જીલ્લાના ૦૩ ગુનાઓ ડિટેક્ટ કરી રૂપિયા ૯,૨૩,૦૦૦/- નો મુદામલાલ રિકવર કરેલ અને આ આધુનિક ટેકનીક નો ઉપયોગ કરી ગુનાઓ ડિટેક્ટ કરબાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ‘ઇ-કોપ-એવૉર્ડ’ એનાયત કરી ભવિષ્યમાં પણ આ જ રીતે પ્રશંનિય કામગીરી કરે એ માટે રૂબરૂ બોલાવી શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું. જેને લઈને મોરબી પોલીસનું નામ ડીજીપી કક્ષાએ પણ ઝળકતું જોવા મળ્યું હતું.