વિશ્વભરમાં મશહૂર મોરબી સિરામિક ઉદ્યોગ છેલા લાંબા સમયથી અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે ત્યારે આવા કપરા સમયમાં સીરામીક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં ફરી ભાવવધારોનો બૉમ્બ ફૂટતા ઉદ્યોગકારોની દિવાળી બગડી છે. નેચરલ ગેસના ભાવમાં ૧૧ રૂપિયા જેટલો સણસણતો વધારો ઝીંકી દેતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો છે.
મોંઘવારીના પાટા પર ગેસના ભાવ વધારાની ગાડી પણ પુર ઝડપે દોડી રહી છે. દિવાળીના તહેવાર ટાણે જ ગેસના ભાવમાં વધારો કરતા ઉદ્યોગકારો થાકી ગયા છે.આજ સુધી ૪૭.૫૦ ના ભાવથી મળતો નેચરલ ગેસ હવે 3 મહિનાના કરાર આધારિત ઉપયોગકર્તાને નેચરલ ગેસના 58.01 રૂપિયા ચૂકવવા પડશે.
ગુજરાત ગ્રેસ કંપની નવો ભાવ ૧ નવેમ્બરથી અમલમાં મૂકવામાં આવશે.એક મહિનાના કરાર આધારિત ઉપયોગકર્તા ને 58.51 રૂપિયા ચૂકવવા પડશે. તથા કરાર વગરના ઉપયોગકર્તાને 61.96 રૂપિયા ચૂકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ઓગસ્ટ થી અત્યાર સુધીમાં કુલ 27.70 રૂપિયા જેવો જંગી ભાવવધારો કરવામાં આવ્યો છે. જેમાં ઔગસ્ટના અંત માં 5 રૂપિયા
ઓક્ટોબર ની શરૂઆતમાં 11 રૂપિયા અને અક્ટોબરના અંતમાં એટલે કે આજે વધુ 11.70 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે જો આગામી દિવસોમાં ભાવ વધારાને અંકુશમાં રાખવામાં નહિ આવે તો સીરામીક પોતાનું અસ્તિત્વ ટકાવી ખોઈ બેસે તો નવાઈ નહિ!