મોરબી નગરપાલિકા ને સુપરસીડ કરવાની રાજ્યસરકાર ની તૈયારી ઓ થતાંજ મોરબી નગરપાલિકા ના સભ્યો દ્વારા પોતાના પદ ને બચાવવા માટે નગરપાલિકા ને બચાવવી જરૂરી હતી જેથી ૪૮ સભ્યોએ સહી કરી સીએમ ને પત્ર લખ્યો હતો અને દુર્ઘટનામાં તેઓ નિર્દોષ છે અને નગરપાલિકા સુપરસીડ થશે તો પદ છોડવાની સજા તેમને પણ મળશે એટલે નગરપાલિકા સુપરસીડ ન કરવા રજુઆત કરી હતી.
જે બાદમાં ગઈકાલે મોરબી નગરપાલિકા ના ૪૪ જેટલા કાઉન્સિલરો ગાંધીનગર પહોચ્યા હતા અને સીએમ ને રૂબરૂ રજુઆત કરી હતી જેમાં બધા કાઉન્સિલરો એ નગરપાલિકા સુપરસીડ ન કરવા અને માત્ર કરારમાં સહી કરનાર જવાબદાર પદાધિકારીઓ પર પગલાં લેવા સીએમ ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી હતી જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા માર્મીક જવાબ અપાયો હતો અને જણાવ્યું હતું કે “મને બધું ધ્યાનમાં છે તમે ચિંતા ન કરો” આ જવાબ મળતાની સાથે મોરબી નગરપાલિકાના કાઉન્સિલરો અવઢવ માં મુકાઈ ગયા છે અને હવે રાજ્યસરકાર શુ ધ્યાન મા રાખીને નગરપાલિકા સામે શુ પગલાં લેશે તે બાબતે તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.