Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાં મહિલા ઘર યોજના હેઠળ મળતી સબસીડીની ચુકવણીમાં ત્રણ વર્ષથી ધાંધિયા: સામાજિક...

મોરબીમાં મહિલા ઘર યોજના હેઠળ મળતી સબસીડીની ચુકવણીમાં ત્રણ વર્ષથી ધાંધિયા: સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને કરાઈ રજુઆત

મોરબીમાં મહિલા ઘર યોજના હેઠળ જમા થતી સબસીડી છેલ્લા ત્રણ વર્ષથી મોટા ભાગના લોકોને જમા થઈ નથી આ અંગે અનેક રજુઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાથી મોરબીના સામાજિક અગ્રણીઓ દ્વારા ફરી એક વખત કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સામાજિક અગ્રણી રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચે રજુઆતમાં જણાવ્યું કે, મોરબીમાં છેલ્લા ૩ વર્ષથી મહિલા ધર યોજના હેઠળની સબસીડી આધાર ફાઇનાન્સ દ્વારા લોન મકાન લેવા માટે લીધેલ હોય તો પણ જમા થતી નથી. જેને લઈને મોરબીના ૧૦૦ જેટલા લાભાર્થીની સબસીડી જમા થયેલ નથી. ઘણા લોકોએ આધાર ફાઇનાન્સ હેઠળ લોન મુકેલ છે જેવા ૧૦૦ લાભાર્થીઓમાંથી એક પણ લાભાર્થીને આ સહાઈનો લાભ મળેલ નથી. તમામ ડોક્યુમેન્ટ પુરા હોવા છતાં લાભાર્થીઓને કારણ વગરના બેન્ક અને ફાઇનાન્સ કંપનીના ધક્કા ખવડાવવામાં આવે છે અને જવાબમાં માત્ર પ્રોસેઝર ચાલુ છે તેવી જ કેસેટ વગાડવામાં આવે છે. આથી લાભાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

આ ઉપરાંત મકાન રીપેરીંગ – કાચા મકાનના રીપેરીંગ માટે ૩.૫૦ લાખ રૂપીયા વાળી સબસીડી મળે છે પરંતુ આ યોજનાનો પણ છેલ્લા ઘણા સમયથી અનેક લાભાર્થીઓને લાભ મળ્યો નથી. જેનો પણ આ અંગે યોગ્ય અરજદાર ની રજુઆત છે. મોરબીમા આવા અનેક લાભાર્થીઓ સબસીડી માટે દોડાદોડી કરી રહ્યા છે. જેને પણ સબસીડી આપેલ નથી. આવી અરજીઓનો નિકાલ તાત્કાલીક કરે તો ગરીબ લાભાર્થી ને સમયસર પૈસાનો લાભ મળી શકે. સહાય અને સબસિડીની આશાએ ગરીબ લોકો પણ માંડ મકાન ખરીદે છે અને મકાન રીપેરીંગ કરે છે પરંતુ સરકાર દ્વારા સમયસર રકમ ચૂકવતા ગરીબોના બજેટ ખોરવાઈ જાય છે ઉપરાંત અમુક કિસ્સાઓમાં મકાન વેચવાની અને વ્યાજે રૂપિયા લેવાની પણ નોબત આવે છે આથી સરકાર લોકોની મજબૂરી સમજી આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતના અંતમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!