Saturday, January 11, 2025
HomeGujaratમોરબી કચ્છ અને સુરેન્દ્રનગરની ધરા ધ્રુજી:કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૧ કિમી દૂર

મોરબી કચ્છ અને સુરેન્દ્રનગરની ધરા ધ્રુજી:કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૧ કિમી દૂર

રવિવારે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મોરબી કચ્છ અને સુરેન્દ્રનગરમાં લોકોએ આ ભૂકંપના હળવો આંચકો અનુભવ્યો છે. આજે સાંજે કચ્છના ભચાઉમાં ધજા ધ્રૂજી છે. આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવ થયા છે.ભૂતકાળમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ પણ મોરબી કચ્છ અને સુરેન્દ્રનગરમાં ધરા ધ્રૂજી હતી અને ભારે વિનાશ વેરાયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી કચ્છ અને સુરેન્દ્રનગર માં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. માહિતી મુજબ, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર આ ભૂંકપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. સાંજે અંદાજે ૪.૪૫ મિનિટે લોકોએ ૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો બહાર નીકળી આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!