હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી જિલ્લામાં સચરાચર મેઘમહેર થઇ રહી છે.મોરબી શહેર સહિત તાલુકા અને ટંકારામાં ધોધમાર અને હળવદ, વાંકાનેર અને માળીયામાં ધીમીધારે વરસાદ થઈ રહ્યો છે. મોરબી શહેરમાં વરસાદ વરસતાની સાથે જ પાણી ભરાયા હતા.
વિગત અનુસાર મોરબી શહેરમાં ભારે પવન સુસવાટા સાથે મેઘરાજાનું આગમન થયું છે. મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે. જેમાં મોરબી તાલુકા અને ટંકારામાં ધોધમાર વરસાદ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. આ ઉપરાંત હળવદ, વાંકાનેર અને માળીયામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વધૂમાં મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધોધમારથી મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ, દરબાર ગઢ, નવા બસ સ્ટેન્ડ, શનાળા બાયપાસ, સાવસર પ્લોટ, મહેન્દ્રનગર ચોકડી સહિતના વિસ્તરોમાં રાસ્ત અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.શનાળા રોડ પર પાણી ભરાતા વાહનચાલકો મુશેકેલીમાં મુકાયા હતા.