જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન તેમજ નાયબ પોલીસ અધિક્ષક ક્રુણાલ દેસાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા તેમજ આવા અસામાજીક પ્રવૃત્તિ કરનાર માણસો ઉપર વોચ રાખી સફળ કેશો કરવા સુચના કરેલ જે અંતર્ગત ગઈકાલે તા. ૧૯નાં રોજ ધ્રોલ પીએસઆઈ એમ એન જાડેજા તથા ધ્રોલ પોલીસ સ્ટાફનાં માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથે ના સર્વેલન્સ સ્ટાફ ને મળેલ સંયુક્ત ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ધ્રોલ પો સ્ટે ના ખાખરા ગામમાં રહેતા અરવિંદ સિંહ કિરીટસિંહ જાડેજા તથા રાજભા જીણકુભા જાડેજા સાથે મળીને અરવિંદસિંહ નાં રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ નો જથ્થો રાખેલ હોય તેવી હકીકત આધારે રેઈડ કરતાં મજકુર આરોપીનાં કબ્જામાંથી ગે. કા. પાસ પરમીટ વગરની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ ની બોટલ નં ૧૦૮ કિં.રૂ. ૫૪૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ અને રેઈડ દરમ્યાન અરવિંદ સિંહ હાજર મળી આવેલ તથા રાજભા જે હાલ ફરાર હોય તેને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.
આ કામગીરીમાં ધ્રોલ પો. સ્ટે. નાં પીએસઆઈ એમ એન જાડેજા, પો.હેડ.કોન્સ એમ એચ સોલંકી, એન એમ ભીમાણી, પો. કોન્સ વનરાજભાઇ નાગજીભાઈ ગઢાદરા, સંજયભાઈ કમાભાઈ સોલંકી, મયુરસિંહ જટુભા પરમાર, રોહિતસિંહ કનકસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતા