રાજકોટમાં ધુળેટીનો પર્વ રક્તરિંજિત બન્યો હતો. એક બાજુ લોકો ધુળેટી પર્વની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ શહેરના યુનવર્સીટી રોડ જલારામ ચીકી પાસે અંજતા એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી ચોકીદારે વહેલી સવારે માતાજીના નામે પોતના જ પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં એક બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક બાળકી સારવાર દરમિયાન મોતને ભેટી હતી. ત્યારે સમગ્ર મામલે મહિલાએ હત્યારા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, પ્રેમબહાદુર જ્યોતીબહાદુર સાઉદ નામના ઈન્દિરા સર્કલ પાસે અજંતા એપાર્ટમેન્ટમા સિક્યુરીટીનું કામ કરતા નેપરીએ પોતાના શરીરમા તેનાં દાદી મા આવતા હોવાનુ તેની પત્નીને જણાવી જે તેની પત્નીને તથા તેના બાળકોને મારી નાંખશે. તેમ કહી આરોપીએ પોતાના શરીરમા તેના દાદીમા આવેલ છે, તેમ કહી છરીથી પોતાની પત્નીને ગળામા ઘસરકો મારી જાનથી મારી નાંખવાની કોશીષ કરી તેમજ તેના ચાર વર્ષીય દિકરા નિયતને પણ છરીથી ગળાના ભાગે ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની કોશીષ કરી તેમજ તેની ત્રણ મહિનાની દીકરી લક્ષ્મીને છરીથી ગળાના ભાગે ગંભીર ઇજા કરી જાનથી મારી નાખી હતી. જ્યારે 4 વર્ષના દીકરો અને પત્ની બંને ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન 4 વર્ષના દીકરાનું પણ આજરોજ મોત નીપજ્યું છે. જે મામલે ઉપરી અધિકારીઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને સત્વરે પકડી પાડવા જરૂરી સુચના કરતા ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીને પકડી પાડ્યો છે. જેનો કોરોના રિપોર્ટ કરાવતા જે નેગેટીવ આવતા ધોરણસર અટક કરવામાં આવેલ છે..