મોરબી સબ જેલ ખાતે સુંભિક્ષા પ્રોજેકટ અંતર્ગત એચઆઇવી, ટીબી સહિતના ગંભીર રોગો અંગે કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં 230 બંદીવાનોના રિપોર્ટની ચકાસણી કરવામા આવી હતી.
વિગત અનુસાર ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પ્યુપ્લ લિવિંગ વિથ એચઆઇવી એઇડ્સ (જીએસએનપી,+) અને મોરબી સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જેલના અધિક્ષક એલ.વી.પરમાર તેમજ જેલના કર્મચારીઓ દ્રારા મોરબી સબ જેલમાં રહેલા બંદિવાનો એચઆઈવી, ટીબી, એચબીવી, આરપીઆર જેવા ગંભીર પ્રકારના રોગોના ભોગ લના બન્ને તે હેતુસર સુભિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું . જેમા જેલના ૨૩૦ બંદિવાનોનું મેડિકલ ચેકઅપ કરી ટેસ્ટીંગ રીપોર્ટ કરવામાં આવ્યા હતાં.