મોરબી નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ વોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ ૧૨ ક્લસ્ટર ની જાહેરાત કરવામાં આવી છે. જેના અલગ અલગ ગામ પંચાયતને વોર્ડ ઓફિસ તરીકે જાહેર કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના અલગ અલગ વોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 1 તથા નાની વાવડીને વેસ્ટ ઝોનમાં, જેનું હેડ ક્વાર્ટર નાની વાવડી ગ્રામ પંચાયત ઓફિસ ખાતે, વોર્ડ નંબર 2 અને 6 તથા અમરેલીનું હેડ ક્વાર્ટર સૂરજબાગ બાલમંદિર તેમજ અમરેલી ગ્રામ પંચાયત ઓફિસ ખાતે, વોર્ડ નંબર ૩ તથા મહેન્દ્રનગરનું હેડ ક્વાર્ટર મહેન્દ્રનગર ગ્રામ પંચાયત ખાતે, ત્રાજપર તથા ભડિયાળનું હેડ ક્વાર્ટર પોત પોતાની ગ્રામ પંચાયત કચેરી ખાતે, વોર્ડ નં ૪ નું હેડકવાટર કેસર બાગ ખાતે, વોર્ડ નંબર ૫ અને ૧૩ નું હેડ ક્વાર્ટર દરબારગઢ વોટર પંપિંગ સ્ટેશન ઑફિસ ખાતે, વોર્ડ નંબર ૭ તથા ૮ નો હેડ ક્વોટર વિશ્વકર્મા બાલમંદિર વાંકાનેર દરવાજા ખાતે, વોર્ડ નંબર ૯ અને ૧૦ નું હેડક્વાર્ટર મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે, વોર્ડ નંબર ૧૧ શકત સનાળા નું ગ્રામ પંચાયત કચેરી ખાતે, રવાપર વિસ્તારનું હેડ ક્વાર્ટર સ્વાપર ગ્રામ પંચાયત ઓફિસ સાથે અને વોર્ડ નંબર 12 તથા લીલાપરનું હેડ ક્વાર્ટર લીલાપર ગ્રામ પંચાયત ઓફિસ ખાતે જાહેર કરવામાં આવ્યું છે.