મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઘર બેઠા સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવી વેબસાઇટ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. નાગરિકો હવે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ચૂકવી શકે છે, મિલકતની વિગતો જોઈ શકે છે અને વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોથી સરળતાથી ચુકવણી કરી શકે છે. લોન્ચિંગના માત્ર ૧૫ દિવસમાં જ રૂ. ૧.૩૮ કરોડથી વધુનો વેરો વસુલ થયો છે.
મોરબીને સ્માર્ટ શહેર બનાવવાના પ્રયાસો અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ડિજિટલ સુવિધા તરીકે વેબસાઇટ અને મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. આ નવા પ્લેટફોર્મ દ્વારા નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ સહિત અનેક સેવાઓ ઘર બેઠા જ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. નવી એપ્લીકેશન અને વેબસાઇટ મારફતે નાગરિકો પોતાની મિલકતની વિગતો જોઈ શકે છે, ટેક્સની રકમ જાણી શકે છે અને ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. માત્ર ૧૫ દિવસમાં જ આ ડિજિટલ સુવિધા દ્વારા કુલ રૂ.૧,૩૮,૦૧,૨૧૭/- નો ટેક્સ વસુલ થવો નાગરિકોના વિશ્વાસ અને સહકારનું પ્રતિબિંબ છે.
વેબસાઇટ મારફતે ટેક્સ ચુકવવાની રીત :
1- https://mmcgujarat.in વેબસાઇટ ખોલો
2- Citizen Services → Property Tax પસંદ કરો
3- મોબાઈલ નંબર અને કૅપ્ચા દાખલ કરો
4- મોબાઈલ પર મળેલ OTP નાખીને લૉગિન કરો
5- Property Tax Pay પર ક્લિક કરો
6- તમારો ટેનામેન્ટ નંબર દાખલ કરો
7- Show Payable Amount ક્લિક કરો
8- Pay Now પર ક્લિક કરો
9- પેમેન્ટ વિકલ્પોમાંથી પસંદગી કરો :
QR કોડ
UPI ID
ડેબિટ/ક્રેડિટ કાર્ડ
વૉલેટ
નેટ બેંકિંગ
મોરબી મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે તેઓ આ નવી ડિજિટલ સેવાનો લાભ લે અને મોરબીને સ્માર્ટ શહેર બનાવવામાં સહયોગ આપે. આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા અન્ય ડિજિટલ મોડ્યુલ્સ પણ લોન્ચ કરવામાં આવશે