જૂનાગઢ પર દૂર્ઘટનાઓની ઘાત શમવાનું નામ લઈ રહી નથી. ભારે પૂરની પરિસ્થિતિ બાદ આજે બિલ્ડિંગ ધરાશાયી થવાની એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 10 લોકો દબાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણમાળની ઈમારત પડવાને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ કાટમાળમાંથી દબાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢમાં બે દિવસ પહેલા આભ ફાટ્યું હતું જેના પગલે શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું ત્યારે હવે દાતાર રોડ ઉપર કડિયાવાડ નજીક મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થઈ હોવાથી નાસભાગ મચી ગઈ હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જૂનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા છે. NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. તેમજ હાલ લોકોના ટોળેટોળા ઉમટ્યા છે.