ભાજપમાં 17 વર્ષ સુધી પાયાના કાર્યકર તરીકે કામ કરી ચુકેલા ઘૂનડાના માજી સરપંચની વરણી થતા ચૌમેરથી તેઓને શુભકામના મળી રહી છે.
ટંકારા તાલુકા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ દિનેશભાઈ ગડારા એ ટંકારા તાલુકાના સંગઠનની મોટી જવાબદારી સોંપવા બદલ ભારતીય જનતા પાર્ટી માનનીય ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા પુર્વ પ્રમુખ કિરીટભાઈ અંદરપા સહિતની ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે કિરીટભાઈ અંદરપાએ સૌ ના સાથ સૌ ના વિકાસ ના સુત્ર ને આગળ ધપાવવા જવાબદારી મળવા બદલ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી સરપંચ એસોસિયેશન પ્રમુખ મહેશભાઈ લિખિયા એ બધા સાથે મળીને જનજનના કાર્ય અને પક્ષની વિચારધારા માટે નિયુક્તિ અંગે શુભેચ્છા પાઠવી હતી.