માધાપરવાડી કન્યા શાળામાં ધો.પાંચમાની 42 બેતાલીસ અને કુમાર શાળામાં 40 એમ કુલ 82 વિદ્યાર્થીઓને વેકસીન આપી ભવિષ્યમાં થનારા રોગો માટે સુરક્ષિત કરાયા.
સરકારના બાળ આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા બાળકોની સુખાકારી માટે, બાળકોની તંદુરસ્તી માટે અનેકવિધ વેકસીન આપવામાં આવે છે એ અન્વયે હાલ અગિયાર વર્ષની ઉંમરના એટલે કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોને ડિફથેરિયા અને ધનુરની વેકસીન મુકવામાં આવે છે. જેથી બાળકોને ભવિષ્યમાં થનારા રોગોથી સુરક્ષિત કરી શકાય એટલા માટે અત્રેની માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી 42 બેતાલીસ કન્યા અને 40 કુમાર એમ કુલ 82 બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત વેકસીન આપવામાં આવેલ છે.