વાંકાનેર માર્કેટિંગ યાર્ડને ટેકાના ભાવે ચણાનું ખરીદી કેન્દ્ર ફાળવવામાં ન આવતા ખેડૂતોને અન્યાય થયો છે ત્યારે આ મામલે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ સહિતનાઓએ ગુજકો માર્સલના ડિરેક્ટરને રજુઆત કરતા બે દિવસમાં વાંકાનેર ખાતે ખરીદ કેન્દ્ર ફાળવવાની ખાતરી આપી છે.
વાંકાનેર તાલુકામાં ચણાનું બહોળા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ૭૦૬ ખેડૂતોએ નોંધણી કરાવી હોવા છતાં વાંકાનેર યાર્ડમાં ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી બીજી તરફ ટંકારામાં માર્કેટ યાર્ડ ન હોવા છતાં પ્રાઇવેટ જગ્યામાં ખરીદી કેન્દ્ર ફાળવ્યું છે જેથી વાંકાનેરના ખેડૂતોને ટંકારા સુધી લંબાવુ પડે છે આથી વાંકાનેર યાર્ડમાં કેન્દ્ર ફાળવવામાં આવે તો ખેડૂતોને 50 કિલોમીટરનું અંતર ન કાપવું પડે તે માટે ગુજકો માર્સલના ડિરેક્ટર મગનભાઇ વડાવીયાને વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ચંદ્રપુર સહકારી મંડળીના પ્રમુખ જલાલભાઈ શેરસીયાએ રૂબરૂ મળી રજુઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઇ બે દિવસમાં કેન્દ્ર ચાલુ કરવા અંગે ડિરેક્ટરે ખાતરી આપી હતી.