Monday, November 16, 2026
HomeGujaratજૂના બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રનમાં થારની ટક્કરે વિકલાંગ વૃદ્ધ ગંભીર...

જૂના બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રનમાં થારની ટક્કરે વિકલાંગ વૃદ્ધ ગંભીર ઇજાગ્રસ્ત

હેન્ડીકેપ સાઇકલ પર બેઠેલા ૬૫ વર્ષીય વૃદ્ધને ટક્કર મારી ચાલક ફરાર, રાજકોટની હોસ્પિટલમાં નાક અને હાથનું ઓપરેશન.

- Advertisement -
- Advertisement -

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક પૂરઝડપે આવેલી થાર ગાડીએ હેન્ડીકેપ સાઇકલ સાથે બેઠેલા વિકલાંગ વૃદ્ધને ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી થાર ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે મસ્તાનબાવાની દરગાહ પાછળ રહેતા બસીરભાઈ કાસમભાઈ ભટ્ટી ઉવ.૬૫ ગત તા.૭ નવેમ્બરના રોજ રાત્રિના આશરે બે વાગ્યે રફીકભાઈના થળા પાસે જાહેર રસ્તાની બાજુમાં પોતાની હેન્ડીકેપ સાઇકલમાં પરિવારજનો સાથે બેઠા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી સફેદ રંગની થાર ગાડી રજી.નં. જીજે-૩૬-એપી-૪૭૪૮ના ચાલકે સાઇકલને ટક્કર મારતા બસીરભાઈ નીચે પટકાયા હતા. અકસ્માત બાદ ચાલક ગાડી ઊભી રાખ્યા વિના ફરાર થઈ ગયો હતો. અકસ્મતમાં વૃદ્ધને નાક, કપાળ અને જમણા હાથના બાવડાના ભાગે ગંભીર ઇજાઓ થતાં પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કપાળમાં ટાંકા લેવા ઉપરાંત નાક અને જમણા હાથનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.

સારવાર પૂર્ણ થયા બાદ બસીરભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!