મોરબી ઝૂલતાપુલ દુર્ઘટના મામલામાં આરોપી જયસુખ પટેલ સહિતના આરોપીઓએ પોતે નિર્દોષ છે.જેથી આરોપ મુક્ત કરવા જોઈએ તેવી અરજી કરી હતી.જ્યારે સામાપક્ષે પીડીત પરિવારોએ આરોપીઓની ડિસ્ચાજ અરજી રદ કરવા અરજી કરી હતી. ત્યારે આજરોજ અરજી બાબતે સુનાવણી થતાં મોરબી ડીસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે.
મોરબી ઝુલતાપુલ દુર્ઘટના કેસ ચાલી રહ્યો છે.જે ઝૂલતાપુલ કેસ મામલામાં જયસુખ પટેલ સહિતના આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી જે કોર્ટે દ્વારા રદ કરવામાં આવી છે. સરકારી વકીલ તેમજ પીડિત પરિવારોના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં લઈ મોરબી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. પીડિત પરિવારે પણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માટે અરજી કરી હતી. જયસુખ પટેલ સહિતના આરોપીઓને આ કેસમાં પોતે નિર્દોષ છે જેથી તેઓને આરોપ મુક્ત કરવામાં આવે તેવી અરજી કરી હતી. જે અરજીની આજરોજ સુનાવણી થતા મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા અરજી રદ કરવામાં આવી છે.