મોરબીમાં ગેંગવોર મહદ અંશે ખતમ થઈ ગયો છે ત્યારે આજે ફરી બે ગેંગ ના માણસો વચ્ચે માથાકૂટ બાદ ફાયરિંગની ઘટના થઈ હોવાની ચર્ચાએ મોરબીમાં જોર પકડ્યું છે
જેમાં આજે મોરબી-૧ અને મોરબી-૨ ને જોડતા મચ્છુ નદીના બેઠાપુલ પાસે અગાઉ ખૂન કરવા માટે થી કાલિકા પ્લોટ અને ખાટકી વાસની બે ગેંગ વચ્ચે વૈમનસ્ય ઉભું થયું હતું જેને લઈને ગેંગ વોર શરૂ થયું હતું એ બન્ને ગેંગ ના લોકો સામસામે આવી જતા મારા મારી થઈ હતી અને આ દરમિયાન ફાયરિંગ કરાયું હોવાની પણ ચર્ચા લોકમુખે થઈ રહી છે. હવે આ બાબતે મોરબી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો જ ખરી હકીકત બહાર આવી શકે એમ છે.જો કે આ મામલે એ ડીવઝન પોલીસે બન્ને જૂથના કુલ અગિયાર ઇસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેમાં ફાયરિંગ કરાયું છે કે કેમ ? તર અંગે તપાસ આદરી છે હાલ પ્રાથમિક પૂછ પરછમાં બન્ને વ્યક્તિઓના સામે સામે બાઇક અથડાતા બોલાચાલી થઈ હોવાનું પોલીસને બન્ને જૂથના વ્યક્તિઓ દ્વારા નિવેદન અપવામાં આવ્યું હોવાનું એ ડીવીઝન પીઆઇ મયંક પંડ્યા એ મોરબી મીરર સાથેની વાતચીતમાં જણાવ્યું છે.જો કોઈ ફાયરિંગની ઘટના હશે તો ગુનો નોંધવા પણ બાહેંધરી આપી છે.