“કેસ કાગળ ભલે અમારો હોય ઉડીને ત્યાં ચાલ્યો ગયો હસે પણ મેડિકલ વેસ્ટ અમારો નથી છતાં અમે દંડ ભરીયે છીએ”:જનની હોસ્પિટલના સંચાલકનો લૂલો બચાવ
મોરબીમાં ફરી એક વખત જાહેરમાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ પાડયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ મામલે મોરબી નગરપાલિકા દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરી ને મેડિકલ વેસ્ટ બાબતે તપાસ હાથ ધરી હતી અને કચરો ત્યાંથી હટાવવા તજવીજ હાથ ધરી હતી તેમજ આ કચરો ફંફોડતા પાલિકાને મોરબીની જનની હોસ્પિટલ નો કેસ કાગળ પણ મળી આવ્યો હતો.જેને આધારે પાલીકા દ્વારા હોસ્પિટલને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મોરબીમાં બે દિવસ અગાઉ પણ લતિલ્લોટ માં મેડિકલ વેસ્ટ ફેંકી ગયો હોવાની વેપારીઓએ મીડિયાને જાણ કરી હતી જેને પગલે મીડિયામાં અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી ત્યારે ફરીથી આજે તે જ જગ્યાએ મેડિકલ વેસ્ટ કોઈ અજાણ્યા ઇસમો ફેંકી ગયા હતા જે બાબતે પાલીકા દ્વારા તાબડતોબ સ્થળ પર પહોંચી ને તપાસ હાથ ધરી હતી તેમજ મેડિકલ વેસ્ટ માંથી જનની હોસ્પિટલ મોરબી નો કેસ કાગળ મળી આવ્યો હતો જેને આધારે પાલીકા દ્વારા પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો.તેમજ GPCB દ્વારા પણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં GPCB દ્વારા પણ જવાબદાર હોસ્પિટલ સામે કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
જોકે અહીં એક શંકાસ્પદ બેગ પણ પડી હતી જેના ફોટો વિડિયો સ્થાનિકો દ્વારા મોકલવામાં આવ્યા હતા પરંતુ જ્યારે મિડિયા કર્મીઓ સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તે મેડિકલ વેસ્ટમાંથી એક બેગ ગાયબ થઈ ચૂકી હતી ત્યારે એ પ્લાસ્ટિક બેગ માં શું હતું અને એ બેગ ક્યા ગઈ એ પણ તપાસ નો વિષય છે.
જોકે આ મામલે જનની હોસ્પિટલ ના ડૉ.હિરેન કરોલીયા એ જણાવ્યું હતું કે આ કચરો તેનો નથી પણ છતાં તેઓ દંડ ભરે છે અને તેમની હોસ્પિટલના નામનો કેસ કાગળ મળી આવ્યો છે તે કદાચ કચરામાં ઉડી બે શેરી આગળ જતાં અન્ય મેડિકલ વેસ્ટ પડ્યો હતો ત્યાં ચાલ્યો ગયો હશે તેવો લુલો બચાવ પણ કર્યો હતો.