Tuesday, November 26, 2024
HomeGujaratબદલી હુકમનો અનાદર કરી ચીફ ઓફિસર સામે બેફામ વાણી વિલાસ આચરનાર મોરબી...

બદલી હુકમનો અનાદર કરી ચીફ ઓફિસર સામે બેફામ વાણી વિલાસ આચરનાર મોરબી પાલિકાના મહિલા કર્મીને ઘરભેગા કરાયા

મોરબી નગરપાલિકા કચેરીમાં પવડીના મહેકમમાં વર્ગ -૪ માં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા સોનાબેન આંબાભાઈને નગરપાલિકા કચેરીમાં પટ્ટાવાળાની જગ્યા પરની પવડી – મજુર તરીકે મુળ મહેકમમાં તા-૨૩ ના બદલીના આદેશ કરાતા તેઓએ બદલીનો વિરોધ કરી ચીફ ઓફિસરની ચેમ્બરમાં બદલી કેમ કરી ?” તમો કોણ છો બદલી કરવાવાળા ? ” એમ અણછાજતું વર્તન કરતા પાલિકા દ્વારા સોનાબેનને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે.

- Advertisement -
- Advertisement -

મરોબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાલિકામાં ફરજ બજાવતા પંદર જેટલા કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ હતી જેના વિરોધને લઈને બદલી પામેલ સોનાબેન આંબાભાઈ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં મંજુરી વિના પ્રવેશ કરી પ્રમુખ અને કારોબારી ચેરમેનની ઉપસ્થીતીમાં અસભ્ય ભાષાનો પ્રયોગ કરી “ બદલી કેમ કરી ? “તમો કોણ છો બદલી કરવાવાળા ? ” તથા અન્ય કર્મચારીઓ અને પદાધીકારીઓની હાજરીમાં બળજબરી પૂર્વક એક મહિલાને તથા કર્મચારીને ન છાજે તે પ્રકારે કચેરી વડા વિરુધ્ધ બેફામ વાણી વિલાસનો આચરી ફરજ પર હાજર ન થવાનો અને કચેરીના અન્ય પદાધિકારીઓની હાજરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી બહાર જવાનો આદેશ કરવા છતા આદેશનું પાલન કરવાને બદલે આદેશને ચીફ ઓફિસરના ટેબલ પર ફેંકી અવગણના કરેલ છે. ગંભીર ગેરવર્તુણક બદલ સોનાબેન આંબાભાઈને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી પર મુકવાનો હુકમ કરવામાં આવે છે અને સાત દિવસમાં તેઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી જરૂરી ચાર્જશીટ આપવા તપાસ અધિકારીની નિમણુક કરવામાં હુકમ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!