મોરબીના મહેન્દ્રનગર આઇટીઆઇની નજીક મકાનની દીવાલ બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને પગલે આગળની કાર્યવાહી કરી છે.
આ બનાવ અંગે મોરબી સીટી બી. ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના મહેન્દ્રનગર આઇટીઆઇ નજીક આવેલ નવીનભાઇ મીઠાભાઇના રહેણાક મકાનની બહાર શેરીમા ફરીયાદી તથા આરોપીના મકાનની દિવાલ બાબતે વિનોદભાઇ નાનજીભાઇ ચાવડા, ચિરાગભાઇ નાનજીભાઇ ચાવડા અને રમીલાબેન નાનજીભાઇ ચાવડાએ એક સંપ કરીને નવીનભાઇ મીઠાભાઇ મકવાણા(ઉવ-૩૭) નેઢીકાપાટુનો માર મારી તથા છુટા પથ્થરનો ઘા ઝીંક્યા હતા. વધુમા વિનોદ નાનજીભાઇ ચાવડાએ જાનથી મારી નાખવાની ધમકી આપીને પાવડાનો લાકડાના હાથા વડે મુંઢ ઇજાઓ પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ છે.જે ને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સામા પક્ષે રમીલાબેન નાનજીભાઇ ખીમજીભાઇ ચાવડા (ઉવ-૪૬) એ આરોપી નવીનભાઇ મીઠાભાઇ મકવાણા તથા સવિતાબેન નવીનભાઇ મકવાણા વિરુદ્ધ એક સંપ કરીને બેફામગાળો બોલીને ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.