મોરબી ફાયર વિભાગ નુ ફાયર સ્ટેશન સુધારા શેરીમાં આવેલ છે જ્યાં ટ્રાફિક તો હોય જ છે પરંતુ લોકોને ખબર છે કે અહીંયા ફાયર સ્ટેશન છે અને ગમે ત્યારે ઇમરજન્સી વાહન નીકળી શકે છે છતાં પણ લોકો આધેધડ વાહન પાર્ક કરી ને ચાલ્યા જાય છે અને જેને કારણે ફાયર ના જવાનોની કામગીરીમાં વિક્ષેપ આવી રહ્યો છે.અને આજે સુપર માર્કેટ પાર્કિંગ એરિયામાં લાગેલ આગ ના બનાવમાં આડેધડ પાર્કિંગ ને કારણે આવા જ ચેતવણી રૂપ સંજોગનો સામનો મોરબી ફાયર વિભાગને કરવો પડ્યો હતો.
આજે બનેલ આગના બનાવની વાત કરીએ તો મોરબી ફાયર કંટ્રોલરૂમમાં ૧૦૧ પર ૧૨:૧૬ કલાકે સુપર માર્કેટ પાસે પાર્કિંગ વિસ્તારમાં પડેલ બાળકો ની રાઈડ માં આગ લાગી હોવાની માહિતી મળેલ પણ સુધારા શેરીમાં આડેધડ પાર્કિંગ ટુ વ્હીલર અને ફોરવીલર હોવાને કારણે ફાયર ના જવાનો ઈમરજન્સી વખતે ટનઆઉટ કાઢવા ને બદલે સુધારા શેરીમાં આડેધડ પાર્કિંગ કરેલા વાહનને સાઈડમાં કરી પછી બનાવ સ્થળ તરફ જવાના વિક્ષેપ ઊભો થયો હતો જેને કારણે બનાવના સ્થળ હોય ત્યાં પહોંચવામાં ખૂબ સમય લાગ્યો હતો.ત્યાર બાદ મોરબી શહેરના ચિક્કાર ટ્રાફિક ને ચીરીને સ્થળ પર પહોંચવામાં સમય લાગ્યો હતો.જોકે સદ નસીબે સુપર માર્કેટ પાસે આગ લાગી હતી ત્યાં બનાવ સ્થળ પર પોલીસના જવાનો અને ત્યાં રહેલ લોકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
પરંતુ આ આગ જ્યાં લાગી હતી તે સ્થળ સુપર માર્કેટ ની બાજુમાં પાર્કિંગ વિસ્તાર છે.આજુ બાજુમાં ઘની સ્કૂલો આવેલી છે અને આગ લાગવાનો સમય પણ ૧૨ આસપાસ નો હોવાથી વિદ્યાર્થીઓ ની અવર જવર પણ ખૂબ વધી જતી હોય છે.વધુમાં આ સ્થળ પર પેટ્રોલ ડીઝલ કે સીએનજી વાહનોનું પાર્કિંગ પણ ભરચક્ક હોય છે.જો ફાયર સ્ટેશન ની આજુબાજુમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકોના કારણે ફાયર ના જવાનો સમયસર પહોંચી ન શક્યા હોય અને આગ પાર્કિંગ માં પડેલ વાહનોમાં પ્રસરી હોય અને મોટી દુર્ઘટના સર્જાય તો આવા બનાવ નુ ખુબ ગંભીર પરિણામ આવી શકે છે.પરંતુ આવા વાહન ચાલકો પોતાની નૈતિક જવાબદારી ચૂકી ને તેમજ આડેધડ વાહન પાર્ક કરીને કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.અને ભવિષ્યમાં આવા કારણથી કોઈ દુર્ધટના મોટુ સ્વરૂપ લે એ પહેલા આવા વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી અને આ સમસ્યા નો કાયમી ઉકેલ આવે તે આવશ્યક બની ગયું છે.