મોરબીના જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલ ખાતે એ.આર.ટી. સેન્ટર દ્વારા શિયાળાના પોષણ સમર્થન પ્રોગ્રામ અંતર્ગત 100 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું. દાતાશ્રીઓના સહકાર અને તબીબી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોષણ સમર્થન કાર્યકમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
મોરબીમાં જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે શિયાળાના પોષણ સમર્થન માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ પી.એલ.એચ. સગર્ભા બહેનો અને બાળકોને પોષણ સહાયરૂપે અડદિયા, ખજુર, ફરસાણ અને સિઝનલ ફળો સહિત 100 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મોરબી જીલ્લાના સી.ડી.એમ.ઓ. ડૉ. પી.કે. દુઘરેજીયા, ડૉ. તેજસ ચોકસી (અધિક તબીબી અધિક્ષક), ટી.બી. એચ.આઈ.વી. ઓફિસર ડૉ. ઘનસુખ અજાણા, અને એ.આર.ટી. મેડિકલ ઓફિસર ડૉ. દિશા પાડલીયાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ફીલ્ડ કોઓર્ડિનેટર રાજેશ કે. લાલવાણી, એસ.ટી.આઈ. કાઉન્સેલર પિંટુભાઈ રાણીપા, ટી.આઈ. અનમોલ પ્રોજેક્ટના વિજયભાઈ અને જયદીપભાઈ નિમાવત સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
સ્થાનિક દાતાશ્રીઓના સહયોગથી 100 કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામ શિયાળામાં પોષણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોજવામાં આવ્યો હતો. દાતાશ્રીઓના વધારાના સહકારથી આગામી ફેબ્રુઆરીમાં વધુ 200 લોકોને પોષણ કિટ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દાતાશ્રીઓએ આ પ્રયાસમાં સહભાગી થવા માટે ફીલ્ડ કોઓર્ડિનેટર રાજેશ કે. લાલવાણી (મો. 7567517462)નો સંપર્ક કરી શકે છે.