મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ઓકિસજનની પણ અછત જોવા મળે છે તેવા સમયે મોરબી નગરપાલિકા દ્વારા ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં મોરબી નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે ઓક્સિજનનાં બાટલાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં નાતજાતના ભેદભાવ વગર જરૂરીયાતમંદ દર્દીઓને ૨૫૦૦ રૂ. ડિપોઝીટ લઈ ને ઓક્સિજનનો બાટલો આપવામાં આવે છે બાદ જ્યારે પણ આ બાટલો પરત કરવામાં આવે ત્યારે તે ડિપોઝીટ તેમને પરત કરી દેવામાં આવે છે.
આ ઓક્સિજનનાં બાટલા વિતરણનું સંચાલન કરતા ભટ્ટભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીં ૧૦૦ જેટલાં બાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ૨૫૦૦ રૂ. ડિપોઝીટ પેટે લઈ આ બાટલા આપવામાં આવે છે જ્યારે પણ બાટલો પરત કરવામાં આવે ત્યારે આ ડિપોઝીટ તેમને પરત આપી દેવામાં આવે છે. અહિં થી ઘણી સંસ્થાઓ પણ પોતાના આઈસોલેશન સેન્ટર માટે બાટલા લઈ ગઈ છે.