ભારતમાં હાલ ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. આવતીકાલે ભારત પોતાનો ૭૭મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. સ્વતંત્રતા દિવસના અવસર પર ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ દેશના દરેક નાગરિકને તેમના ઘર, દુકાનો પર ત્રિરંગો લગાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ ભયં અંતર્ગત આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને બે હજારથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ જનભાગીદારીથી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા મોરબી શહેરની અલગ અલગ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને બે હજારથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને પોતાના ઘરે આ તિરંગો ફરકાવવા આહવાન કર્યું હતું.