Friday, January 3, 2025
HomeGujaratવરસાદ ખેંચાતા જિલ્લા ખેતીવાડી અધિકારીનું ખેડૂતોને માર્ગદર્શન

વરસાદ ખેંચાતા જિલ્લા ખેતીવાડી અધિકારીનું ખેડૂતોને માર્ગદર્શન

હાલમાં વરસાદ ખેંચાતા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પાકના સંરક્ષણ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વરસાદનું પ્રમાણ નહીવત્ત રહેશે અને વાતાવરણ મોટા ભાગનું વાદળછાયું રહેશે. ખરીફ પાકોમાં પાણીની ખેચ જણાયતો હળવું પિયત આપવાની ભલામણ છે. પિયત માટે ફુવારા અથવા ટપક પધ્ધતી નો ઉપયોગ કરવો જેથી ઓછા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય.

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત બે વરસાદ વચ્ચેનો ગાળો વધુ લંબાવાને કારણે પાક નિષ્ફળ ગયેલ હોય અને પછી પુરતો વરસાદ પડે ત્યારે ખેડૂતોએ બાજરી જી.એચ.બી. ૫૫૮ અને ૫૭૭ ની વાવણી કરવી, વરસાદ ખેંચાય તો સમયસર આંતર ખેડ કરવી. જેમ જેમ છોડ પરિપક્વ થતાં જાય તેમ તેમ કાપણી કરવી જેથી ભેજનો સંગ્રહ થઇ શકે. નિંદણ નિયંત્રણ માટેના યોગ્ય પગલા લેવા અને ખેતર ચોખ્ખું રાખવું.જમીનમાં પ્રાપ્ય ભેજ જાળવવા પાકમાં પારવણી કરી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટાડવી. જમીનમાં ભેજનો સંગ્રહ થાય તે માટે પૂરતા પગલા લેવા. શક્ય હોય ત્યાં જમીન ઉપર આવરણ કરવું.પિયતની શકય હોય ત્યાં પાકની કટોકટીની અવસ્થાએ જીવન રક્ષક પિયત આપવું. એકાન્‍તરે ચાસે પિયત આપવું. નાઈટ્રોજન ખાતરનો પુર્તિ હપ્તો આપવો નહીં પરંતું સારો વરસાદ થયેથી તે હપ્તો આપવો. સૂક્ષ્મ પિયત પધ્ધતિ (ટપક અથવા ફુવારા પિયત પધ્ધતિ) નો ઉપયોગ ક્‍રવો. પાકને આંતરખેડ અને હાથથી નિંદણ મુક્ત રાખવું. પાક્‍માં ક્‍ટોક્‍ટી અવસ્‍થાએ પિયત આપવું.

દિવેલા GCH-5 નું ૧૫૦ X૭૫ સે.મી.ના સાંકડા ગાળે તથા GCH-7 નું ૧૫૦ X ૧૨૦ સે.મી.ના ગાળે વાવેતર કરવું. જેમા ૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન(૨૫ % FYM સ્વરુપે / દિવેલાની ખોળ) + ૨૫ કિ.ગ્રા. P2O5 ખાતર આપવાનુ રહેશે. બિન પિયત દિવેલાનું ૯૦ X ૩૦ સે.મી.ના સાંકડા ગાળે વાવેતર કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ચૌહાણની યાદીમાં જણાવાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!