Thursday, May 16, 2024
HomeGujaratમોરબી જિલ્લાને સરકારી કોલેજ મળશે તેવી ખાતરી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ

મોરબી જિલ્લાને સરકારી કોલેજ મળશે તેવી ખાતરી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ

મોરબી જીલ્લાને મળેલ મેડીકલ કોલેજ અંગેના નિર્ણયની ફેર વિચારણા અંગે ગત તા. ૧૩–૦૪–૨૦૨૨ ને બુધવારના રોજ મળેલ બેઠકમાં રાજય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ અગ્રણી રાઘવજીભાઈ ગડારા, અનિલભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લાના સંગઠનના પ્રભારી ભાનુભાઈ મેતા, મોરબીના આગેવાન વેલજીભાઈ બોસ, મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ તેમજ મોરબી – માળીયા વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા તથા જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શીહોરા,જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા તથા ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના આગેવાનોને સાથે રાખી મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ દરમિયાન રજુઆત કરવામાં આવેલ હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે આરોગ્ય મંત્રીએ અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી એ જ પ્રમાણે રહેશે. જેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી આપેલ છે.કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પોતાના ૭૦ વર્ષના શાસનકાળમાં મોરબી જિલ્લામાં વિકાસ કર્યો છે તે પ્રજા જાણે છે. મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા જીલ્લા ભાજપના આગેવાનોએ આ કૃત્યની ઘોર આલોચના કરી સરકારની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!