Monday, January 13, 2025
HomeGujaratહળવદ પ્રજાસતાક પર્વ ઉજવણીમાં મોરબી જિલ્લા માહિતી કચેરીનું સન્માન કરતા જિલ્લા ક્લેક્ટર

હળવદ પ્રજાસતાક પર્વ ઉજવણીમાં મોરબી જિલ્લા માહિતી કચેરીનું સન્માન કરતા જિલ્લા ક્લેક્ટર

ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્મક કામગીરી માટે જિલ્લા કલેક્ટરએ પ્રશસ્તિ પત્ર આપી માહિતી વિભાગનું બહુમાન કર્યું

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટરના હસ્તે જિલ્લા માહિતી કચેરીનું વિશિષ્ટ કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું.

હળવદ ખાતે યોજાયેલા ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી, નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્મક કામગીરી કરવા માટે થતા દુર્ઘટના સમયે અને ત્યાર બાદ સંપૂર્ણ બચાવ કામગીરીની પળેપળની વિગતો, ફોટોગ્રાફ અને વીડિયો ત્વરિત સરકાર તેમજ મીડિયા સુધી પહોંચવાડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, કેમેરામેન ભરતભાઈ ફૂલતરિયા, ફોટોગ્રાફર પ્રવિણભાઈ શનાળીયા, અન્ય સ્ટાફ જયેશ વ્યાસ તથા અજય મુછડિયા સહિતના ઉપસ્થિતોએ આ સન્માન સ્વીકાર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!