Saturday, December 21, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વાહનકર નોટીસ રદ કરવાની માંગણી સાથે વિરોધ...

મોરબી નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વાહનકર નોટીસ રદ કરવાની માંગણી સાથે વિરોધ કરતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ

મોરબી નગરપાલિકા દ્વારા તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ થયેલ વાહનકર ચૂકવણીની જાહેર નોટીસને લઈને કોંગ્રેસના જીલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી શહેરની જનતાને અંધારામાં રાખી ગુજરાત મ્યુનીસીપલ એકટ-૧૯૬૩ ની કલમ-૧૦૧ અન્વયે વાહનકર ચુકવવા અંગેની જાહેર નોટીસ નગરપાલિકા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે નોટીસમાં જણાવ્યા પ્રમાણે મોરબી નગરપાલીકાની હદમાં રહેતા લોકો કોઈ પણ પ્રકારનું વાહન ખરીદી કરે તો તેમાં ૩% થી ૭% સુધીનો વાહનકર વસુલવામાં આવશે. હજુ તો મોરબી શહેરને મહાનગરપાલીકાનો દરજજો પણ મળેલ નથી. મોરબી શહેર ખરાબ રોડ-રસ્તા, ઉભરાતી ગટરો અને ભ્રષ્ટાચારથી ખદબદી ગયું છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહેલ નથી. મસમોટા ભ્રષ્ટાચારથી નગરપાલીકાની તિજોરી ખાલી થઈ ગયેલ છે. મોરબીના ઉદ્યોગોની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. આવી પરિસ્થિતિમાં લોકોને “પડયા પર પાટુ” મારવાના પ્રયાસો આ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે.

આ વાહનકર ચુકવવાની નોટીસ પ્રસિધ્ધ કરતા પહેલા ભ્રષ્ટ તંત્રની બેદરકારીના કારણે પડી ભાંગેલ મોરબીના વિસ્તારોની મુલાકાત લીધેલ છે કે કેમ? કે પછી મોરબી નગરપાલીકાની તિજોરીમાં કાંઈ બચેલ નથી એટલે લોકોને જાણી જોઈને લુંટી લેવાના એક માત્ર આશયથી પ્રજાને અંધારામાં રાખી વાહનકર ચુકવવા અંગેની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

જેથી આ વાહનકર ચુકવવાની જાહેર નોટીસની મોરબીની પ્રજા વતી અવગણના કરતા હોય, તાત્કાલીક ધોરણે આ નોટીસને રદ કરવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!