મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરના સમયગાળા દરમિયાન ભભૂકી ઉઠેલી આગને પગલે હજારો મણ કપાસનો જથ્થો આગમાં હોમાઈ ગયો હતો આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ તાત્કાલિક માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી ગયા હતા આ તકે તેઓએ નુકશાનીનો તાગ મેળવવાની કોશિશ કરી હતી. મુલાકત વેળાએ જયંતીભાઈ પટેલે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ પદાધીકારીઓ સાથે બેઠક યોજી નુકસાની અંગે જાણકારી મેળવી હતી.