મોરબીના વાઘપરામાં તા. ૧૯/૦૨/૨૦૧૮ ના રોજ સાંજે પૂર્વ પતિએ પરિણીતા પર એસિડ ફેંકી હુમલો કરેલ હતો જે ઘટનાની વિસ્તૃત માહિતી જોઈએ તો ૧૯/૦૨/૨૦૨૦ ના રોજ મોરબી વાઘપરા માં રહેતા બીનિતાબેન વિશાલભાઈ આડેસરા ઉ. ૨૩ નામની પરણિતા ઉપર તેણીના પૂર્વ પતિ કલ્પેશ પટેલે એસિડ ફેંકી હુમલો કર્યો હોવાની ફરિયાદ ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 326 A મુજબનો ગુનો તેના પુર્વ પતિ અને આરોપી સાથે છુટાછેડા થઇ ગયેલ હોય જેનો ખાર રાખી આરોપી કલ્પેશ મનસુખભાઇ ગઢીયા રહે.
રાજકોટ વાળા એ ફરીયાદી ચહેરો વિકૃત કરવા ના ઇરાદે ચહેરા ઉપર એસીડ ફેકી ચહેરા તથા આંખ તથા ગળા, છાતી ના ભાગે એસીડ વડે દઝાડી ગંભીર ઇજા કરી પોતાના મોટર સાયકલ સાથે નાસી જતા તાત્કાલીક ધોરણે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમા મોરબી પોલીસે સિવીલે પહોચી આરોપીનુ પુરૂ નામ,ઓળખ તથા સરનામું મેળવતા આરોપી રાજકોટ શહેરનો રહેવાસી હોય મોરબીના એ સમયના નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનને સાથે રાખી આરોપી કલપેશ ગઢિયા નું ધરપકડ કરી હતી જેમાં આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ ચાલી જતાં સરકારી ડીજીપીપી વી સી જાનીની દલીલો અને જજમેન્ટ તેમજ પુરાવાઓ ને ધ્યાનમાં રાખી અને આરોપી કલ્પેશ મનસુખભાઇ ગઢીયા જાતે.પટેલ ઉ.વ.૨૮ ને સાડા સાત લાખનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી હતી જેના લીધે મોરબી કોર્ટમાં સોપો પડી ગયો હતો તો બીજી બાજુ મહિલાઓ ની છેડતી કરતા આવરા તત્વો સામે પણ ઉદાહરણ રૂપ જજમેન્ટ આપ્યું હતું .