Thursday, January 9, 2025
HomeGujaratમોરબી નગરપાલિકાના પાંચ ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ કરતાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

મોરબી નગરપાલિકાના પાંચ ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ કરતાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

મોરબીમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સફાઈ અભિયાનના ભાગરૂપે મોરબી શેહરની સ્વચ્છતા માટે પાંચ ટ્રેકટર ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ મોરબીના નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજ માટે મંજૂર રકમ પૈકી ૩૫ કરોડનો ચેક અર્પણ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

લોકાર્પણ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, “મોરબી નગરની સ્વચ્છતા માટે આ ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબીના નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજના ઓવરબ્રિજ માટે મંજૂર રકમ પૈકી માર્ગ અને મકાન વિભાગને ૩૫ કરોડનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે”. તેમજ મોરબીમાં સ્વચ્છતા વીરોને અભિનંદન સહ વંદન કરતા મંત્રી એ જણાવ્યું હતું કે, “મોરબીને સ્વચ્છ રાખવામાં આ લોકોનું ભગીરથ યોગદાન છે. હાલ મચ્છુ નદી સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ મચ્છુ નદીને સાફ કરવાનું કાર્ય નગરપાલિકાની સાથે લોક ભાગીદારીથી સામૂહિક પ્રયાસ થકી જ સફળ બનશે. “હું મોરબીનો પ્રભારી મંત્રી જ નહીં મોરબીનો પ્રભારી મિત્ર પણ છું. મોરબી જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં આદર્શ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. મોરબી હાલ ઉદ્યોગનું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે ત્યારે મોરબીના વિકાસ માટે મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પરામર્શ સાથે અમે દિવસ રાત પ્રયત્નશીલ છીએ.

આ પ્રસંગે મંત્રી એ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. અને મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, મોરબી નગરપાલિકાના વહીવટદાર તેમજ નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તેમજ હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, અગ્રણી સર્વ રણછોડભાઈ દલવાડી, પ્રદીપભાઈ વાળા, કે.એસ. અમૃતિયા, જયુભા જાડેજા, જેઠાભાઈ મિયાત્રા, લાખાભાઈ ઝારીયા વગેરે સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!